જામનગરમાં ડિલાઇટ ક્લબ દ્વારા એમ.પી. શાહ ગ્રાઉન્ડ ખાતે 'ઓપન જામનગર રાસલીલા ૨૦૨૬'નું આયોજન કરાયું હતું. નવરાત્રી નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨ વર્ષની બાળકીથી લઈને ૬૫ વર્ષની ગૃહિણીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો.
મહિલાઓએ ચણીયા-ચોળી અને સાડી પહેરી વિવિધ રાસ-ગરબા રમી માતાજીની પૂજા કરી. રંગબેરંગી કપડાં પહેરેલી મહિલાઓના રાસ-ગરબાથી ગ્રાઉન્ડમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો.
આ પ્રસંગે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિત ઘણા મહાનુભાવો હાજર રહ્યા. તેમણે આ આયોજન બદલ ડિલાઇટ ક્લબ અને મહિલાઓને અભિનંદન પાઠવ્યા અને શુભકામનાઓ આપી.
આ આયોજનમાં પરંપરા, સંસ્કૃતિ અને મહિલા શક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો. મહિલાઓનો ઉત્સાહ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
(0)댓글
쿠키 안내
Newshunt는 로그인 상태 유지와 언어 및 국가 설정 기억을 위해 필수 쿠키를 사용하여, 사이트가 기대하신 대로 작동하도록 합니다. 동의하시면, 사용자가 Newshunt를 어떻게 이용하는지 파악하고 지속적으로 개선하기 위해 분석용 쿠키도 사용하고자 합니다.
(0)댓글