જામનગરમાં ડિલાઇટ ક્લબ દ્વારા 'ઓપન જામનગર રાસલીલા 2026'નું આયોજન: 2 વર્ષની બાળકીથી 65 વર્ષની ગૃહિણીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ

જામનગરમાં ડિલાઇટ ક્લબ દ્વારા 'ઓપન જામનગર રાસલીલા 2026'નું આયોજન:  2 વર્ષની બાળકીથી 65 વર્ષની ગૃહિણીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ
View on original source
分类: Entertainment
分享
归档
点赞
જામનગરમાં ડિલાઇટ ક્લબ દ્વારા એમ.પી. શાહ ગ્રાઉન્ડ ખાતે 'ઓપન જામનગર રાસલીલા ૨૦૨૬'નું આયોજન કરાયું હતું. નવરાત્રી નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨ વર્ષની બાળકીથી લઈને ૬૫ વર્ષની ગૃહિણીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો. મહિલાઓએ ચણીયા-ચોળી અને સાડી પહેરી વિવિધ રાસ-ગરબા રમી માતાજીની પૂજા કરી. રંગબેરંગી કપડાં પહેરેલી મહિલાઓના રાસ-ગરબાથી ગ્રાઉન્ડમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો. આ પ્રસંગે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિત ઘણા મહાનુભાવો હાજર રહ્યા. તેમણે આ આયોજન બદલ ડિલાઇટ ક્લબ અને મહિલાઓને અભિનંદન પાઠવ્યા અને શુભકામનાઓ આપી. આ આયોજનમાં પરંપરા, સંસ્કૃતિ અને મહિલા શક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો. મહિલાઓનો ઉત્સાહ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

(0)评论

 

关于 Cookie 的说明

Newshunt 使用必要的 Cookie 来保持您的登录状态,并记住您的语言和国家设置,以确保网站按预期运行。在您的许可下,我们还希望使用分析类 Cookie,以了解用户如何使用 Newshunt 并不断加以改进。

同意仅影响数据分析功能,欲了解更多信息,请查看我们的 隐私政策 or 条款与条件.