બોટાદમાં ગેરેજ કારીગરની હત્યાથી ચકચાર: સાથી કારીગરે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી

બોટાદમાં ગેરેજ કારીગરની હત્યાથી ચકચાર:  સાથી કારીગરે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી
View on original source
Category: Politics
Share
Archive
Like
બોટાદ શહેરમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ભાવનગર સર્કલ નજીક ગેરેજમાં કામ કરતા ચરણ સિંગ નામના કારીગર પર તેની સાથે કામ કરતા અન્ય કારીગરે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ગંભીર ઈજાઓ બાદ સારવાર દરમિયાન મોત હુમલામાં ચરણ સિંગને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો. પોલીસ ઘટનાસ્થળે દોડી, તપાસ શરૂ ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હત્યાનું કારણ જાણવા તપાસ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે સમગ્ર ઘટનાના કારણો જાણવા તપાસ શરૂ કરી છે. સાથે જ હુમલો કરનાર શખ્સને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે બોટાદ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.