આદિત્યાણામાં LCBનો જુગારના અડ્ડા પર દરોડો: 1.54 લાખ રોકડા સહિત મુદ્દામાલ 10 શખ્સ ઝડપાયા, સંચાલક ફરાર

આદિત્યાણામાં LCBનો જુગારના અડ્ડા પર દરોડો:  1.54 લાખ રોકડા સહિત મુદ્દામાલ 10 શખ્સ ઝડપાયા, સંચાલક ફરાર
View on original source
Category: Politics
Share
Archive
Like
પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આદિત્યાણા ગામમાં ચાલતા જુગારના અડ્ડા પર પોરબંદર LCBએ દરોડો પાડીને 10 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ₹1,54,900 રોકડા સહિત ગંજીપત્તાના 52 પાના અને પાથરણું કબજે કર્યું છે. જ્યારે જુગારના અ LCBના દરોડામાં 10 શખ્સ ઝડપાયા આદિત્યાણા ગામના નવાપરા મહેર સમાજ પાસે રહેતા હીરા ડાયાભાઈ મોરીના રહેણાંક મકાનમાં બહારથી લોકોને બોલાવી તીનપત્તી રોનપનો હારજીતનો જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે LCBની ટીમે હીરા મોરીના મકાન પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન જીગ્નેશ ઉર્ફે જોની વિરમભાઈ બારીયા, રવી છગનભાઈ વાસણ, મનિષ રામભાઈ બાલસ, મેરામણ સામતભાઈ ઓડેદરા, નારણ જીવાભાઈ મોરી, દિપક ઉર્ફે દિલીપ લાખાભાઈ વાઢીયા, અક્ષય બાલુભાઈ ડાકી, રામ કરશનભાઈ વાજા, ભુપત સવદાસભાઈ વાઢીયા અને કેશવ કાનાભાઈ કારાવદરા મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રોકડ સહિત જુગારનું સાહિત્ય કબજે પોલીસે સ્થળ પરથી કુલ ₹1,54,900 રોકડ, ગંજીપત્તાના 52 પાના અને પાથરણું સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડાની કાર્યવાહી બાદ પોલીસે જુગાર અડ્ડાના સંચાલક હીરા ડાયાભાઈ મોરીની શોધખોળ શરૂ કરી છે. સંચાલક સામે ગુનો નોંધાયો દરોડા સમયે હીરા મોરી હાજર ન મળતાં તેને ફરાર આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.