સુરત RTOની કડક કાર્યવાહી: ટેક્સ ડિફોલ્ટર 38 વાહનોની હરાજી કરી ₹87.27 લાખની વસૂલાત કરાઈ, પરિસરમાંથી ભંગાર મુક્ત થયો

સુરત RTOની કડક કાર્યવાહી:  ટેક્સ ડિફોલ્ટર 38 વાહનોની હરાજી કરી ₹87.27 લાખની વસૂલાત કરાઈ, પરિસરમાંથી ભંગાર મુક્ત થયો
View on original source
Category: Business
Share
Archive
Like
વાહન વેરો ભરવામાં લાપરવાહી દાખવતા ડિફોલ્ટરો સામે સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. લાંબા સમયથી ટેક્સ બાકી હોય તેવા જપ્ત કરાયેલા વાહનો આરટીઓ પરિસરમાં પડતર હાલતમાં ધૂળ ખાઈ રહ્યા હતા. કચેરી દ્વારા નિયત સરકારી પ્રક્રિ બે તબક્કામાં બોલી બોલાઈ આરટીઓ તંત્ર દ્વારા જપ્ત કરાયેલા વાહનોના નિકાલ માટે નિયમોનુસાર જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કો (25 ફેબ્રુઆરી, 2026), પ્રથમ તબક્કામાં 9 મોટા અને ડિફોલ્ટર વાહનોની હરાજી કરાઈ હતી, જેમાંથી ₹25,65,550 ની બીડ મળી હતી. બીજો તબક્કો (8 સપ્ટેમ્બર, 2026), બીજા તબક્કામાં બાકી રહેલા અન્ય 29 વાહનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી, જેમાં ઊંચી બોલી સાથે ₹61,72,846 ની વસૂલાત થઈ હતી. તંત્રની તિજોરી ભરાઈ, કેમ્પસ ચોખ્ખું થયું આમ, બંને તબક્કા મળીને કુલ 38 વાહનોની જાહેર હરાજી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. વર્ષોથી ટેક્સ ન ભરનારા વાહનમાલિકો સામે આ કડક કાનૂની પગલું ભરાતાં સરકારી તિજોરીમાં ₹87.27 લાખથી વધુની રકમ જમા થઈ છે. સાથોસાથ, લાંબા સમયથી પરિસરમાં બિનવારસી અને જપ્ત હાલતમાં પડેલા વાહનો હટતાં સુરત આરટીઓ કેમ્પસમાં ખાલી જગ્યા થઈ છે અને ટ્રાફિક કે પાર્કિંગની અડચણો પણ દૂર થઈ છે. ટેક્સ ન ભરનારા અન્ય ડિફોલ્ટરો સામે પણ આગામી દિવસોમાં આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.