તાલુકા પોલીસ સ્ટેશનમાં કુખ્યાત શખસનો આતંક: પોલીસ કર્મચારીઓને ધમકાવી વર્દી ઉતરાવી લેવાની ધમકી આપી, અંકિત પરમારે ​અરજી કરવા આવેલા વેપારી સાથે બોલાચાલી કરી પોલીસ મથકમાં જ લેપટોપ પર મુક્કો માર્યો

તાલુકા પોલીસ સ્ટેશનમાં કુખ્યાત શખસનો આતંક:  પોલીસ કર્મચારીઓને ધમકાવી વર્દી ઉતરાવી લેવાની ધમકી આપી, અંકિત પરમારે ​અરજી કરવા આવેલા વેપારી સાથે બોલાચાલી કરી પોલીસ મથકમાં જ લેપટોપ પર મુક્કો માર્યો
View on original source
Category: Politics
Share
Archive
Like
જેલમાંથી છૂટીને આવેલા એક કુખ્યાત શખ્સે તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરી અરજી કરવા આવેલા વેપારી સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું અને વચ્ચે પડેલા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે તાલુકા પોલીસે ગુનો નો 26 વર્ષીય વેપારી કાનાભાઈ કટારીયા ગઈકાલે રાત્રે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટીગેશન રૂમમાં પોતાની લેખિત અરજી આપવા માટે આવ્યા હતા. આ સમયે ફરજ પર ASI દિનેશભાઈ જોષી, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ પરમાર અને GRD રજાકભાઈ હાજર હતા. અરજદાર અરજી આપી રહ્યા હતા ત્યારે જ અંકિત પરમાર નામનો આરોપી ત્યાં ધસી આવ્યો હતો. તેણે વેપારીને "તું મને ઓળખતો નથી" તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી. પોલીસે તેનું નામ પૂછતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ટેબલ પર રાખેલા સરકારી લેપટોપ પર જોરથી મુક્કો માર્યો હતો અને આક્રોશમાં આવીને પોતે હાલમાં જ જેલમાંથી બહાર આવ્યો હોવાનું અને તેના પર અનેક ગુનાઓ નોંધાયેલા હોવાની શેખી મારી હતી. ​પોલીસે તેને શાંતિથી વાત કરવા જણાવતા આરોપી વધુ વિફર્યો હતો અને તેણે પોલીસ કર્મચારીઓ સામે જ કપડાં ઉતારીને બીભત્સ હરકતો કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ અને સ્ટાફે તેને પકડીને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી અંકિતે કોન્સ્ટેબલનો કોલર પકડીને ઝાપટ મારી દીધી હતી અને ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડી "તમારા બધાની વર્દી અને પટ્ટા ઉતરાવી નાખીશ" તેવી ધમકી આપી હતી. ​આટલેથી ન અટકતા તેણે કોન્સ્ટેબલને ધમકાવતા કહ્યું કે, "તું અહીં નવો લાગે છે, તાલુકા પોલીસ સ્ટેશને આવવા માટે તારે મારા ઘર પાસેથી જ નીકળવું પડશે. તને મારીને પુલ નીચે ફેંકી દઈશ તો તારી લાશ પણ નહીં મળે." ત્યારબાદ પેશાબ કરવાના બહાને રૂમમાં જ પેશાબ કરીશ તેમ કહી અભદ્ર વર્તન કર્યું હતું. આ રીતે આરોપીએ પોલીસ મથકમાં આતંક મચાવી સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. જેથી ASI ડી.સી.જોશી અને તેમની ટીમે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.