9 સપ્ટેમ્બરનું અંકફળ: અંક 5ના જાતકોને મળશે દરેક ક્ષેત્રે સફળતા, અંક 7ના જાતકોએ આર્થિક બાબતોમાં સાવધાન રહેવું

9 સપ્ટેમ્બરનું અંકફળ:  અંક 5ના જાતકોને મળશે દરેક ક્ષેત્રે સફળતા, અંક 7ના જાતકોએ આર્થિક બાબતોમાં સાવધાન રહેવું
View on original source
Category: Entertainment
Share
Archive
Like
અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… દિવસની શરૂઆતમાં આવકમાં ઘટાડો અને કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન થશે. ઘરમાં જ વિવાદની સ્થિતિ બની શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. વિવાદ થઈ શકે છે. બપોર પછી સુધારો થશે અને સમસ્યાઓમાં ઘટાડો થશે. ચિંતા કરાવનારા મામલાઓ ઉકેલાઈ જશે, અને સહયોગ પણ પ્રાપ્ત થશે. દિવસના અંતે ધન લાભ થશે. ગળામાં ખરાશ અને ખાંસીની સમસ્યાઓ, તથા દાંતમાં દુખાવો થઈ શકે છે. કામ સારું ચાલશે. સૌને સાથે લઈને ચાલવામાં સફળ રહેશો. કરિયર: વેપારમાં કર્મચારીઓ પરેશાન કરી શકે છે. નોકરીમાં બિનજરૂરી કામ કરવા પડશે. લવ: વૈવાહિક જીવન સુખમય રહેશે. પ્રેમમાં પરેશાની આવી શકે છે. લકી નંબર: 2, 6, 9 લકી કલર: લીલો ઉપાય: 3 વાર દુર્ગા ચાલીસાનો પાઠ કરો. આજે ભાઈઓનો સાથ મળશે. કામમાં આરામ રહેશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. ભાગ્યનો સાથ રહેશે. સહયોગની અપેક્ષા નકામી જશે. બપોરે મન ઉદાસ રહી શકે છે. કામ પ્રત્યે નિરાશાનો ભાવ રહેશે. પોતાના સ્થાનથી બહાર જવાનું મન થશે. આવક સામાન્ય બની રહેશે. સાંજે સંતાન તરફથી સુખ અને સહયોગની પ્રાપ્તિ થશે. આવકમાં વધારો થશે. કામમાં તેજી આવશે, અને સહયોગની પ્રાપ્તિ પણ થશે. સાંજ પછી આરામ રહેશે. કરિયર: કારોબારી યાત્રાનો યોગ છે. નોકરીમાં સામાન્ય સ્થિતિ રહેશે. લવ: વૈવાહિક સંબંધમાં વધુ અપેક્ષાઓ નુકસાન કરી શકે છે. પ્રેમમાં સુખ પ્રાપ્ત થશે. લકી નંબર: 3, 7, 9 લકી કલર: કેસરી ઉપાય: લક્ષ્મીજીને ઘીનો દીવો લગાવો. સ્થાયી સંપત્તિથી લાભના અણસાર છે. ભાગ્ય પણ સાથ રહેશે. ધનમાં વધારો થશે. બપોરે બધું જ અનુકૂળ રહેશે. કાર્યમાં શ્રેષ્ઠતા રહેશે. સમકક્ષોથી આગળ રહેશો અને યોજનાઓ સફળ થશે. આવક પણ સારી જળવાયેલી રહેશે. સાંજે બિનજરૂરી ચિંતાઓમાં વધારો થઈ શકે છે. કામમાં મન નહીં લાગે. માતાથી સહયોગની પ્રાપ્તિ થશે. આવકમાં પણ વધારાનો યોગ છે. યાત્રાનો યોગ પણ બની શકે છે. પરિચિતો સાથે મુલાકાત થશે. કરિયર: વેપારમાં નવા સોદા પ્રાપ્ત થશે. નોકરીમાં સારું વાતાવરણ મળશે. લવ: વૈવાહિક જીવનમાં સહયોગ મળશે. પ્રેમમાં સંતોષ પ્રાપ્ત થશે. લકી નંબર: 4, 8, 9 લકી કલર: મરૂન ઉપાય: દુર્ગાજીના મંદિરમાં ઘીનો દીવો લગાવો. આજનો દિવસ સારો રહેશે. મન પ્રસન્ન રહેશે. પરિવારનો સાથ મળશે. બપોરે આવક સારી બની રહેશે. કાર્યસ્થળ પર ખુશ રહેશો અને સહયોગની પ્રાપ્તિ થશે. નવા લાભદાયક સંપર્ક બનશે. યોજનાઓ સફળ થશે. સાંજે પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. વિવાદિત મામલાઓમાં પક્ષ મજબૂત રહેશે. આર્થિક મામલાઓમાં સુધારો રહેશે. ફરવા જવાની તક પ્રાપ્ત થશે. રાત્રે ચિંતા વધુ હોઈ શકે છે. ખર્ચ પણ વધશે. સંતાનનું પણ ધ્યાન રાખો અને એકલા બહાર જવાથી બચો. કરિયર: વેપારમાં સમયાનુસાર કામ થઈ જશે. નોકરીમાં સહયોગ પ્રાપ્ત થશે. લવ: પ્રેમમાં દૃઢતા પ્રાપ્ત થશે. જીવનસાથીથી સુખની પ્રાપ્તિ થશે. લકી નંબર: 1, 5, 9 લકી કલર: કથ્થઈ ઉપાય: મહાદેવને આંકડાના ફૂલ પત્ર અર્પણ કરો. સમય સૌથી ઉત્તમ રહેશે. બધા કાર્યો સફળ થશે અને આવક પણ ઉત્તમ બની રહેશે. પાછલા સમયમાં પરેશાન કરનારા આજે તમને સાથ આપશે. આવક સારી બની રહેશે. સહયોગની અપેક્ષાઓ પૂર્ણ થશે. બપોરે ગુસ્સો વધારે રહી શકે છે. મિત્રો સાથે મુલાકાત થશે અને પ્રસન્નતા બની રહેશે. નવા મિત્રો પ્રાપ્ત થશે. સમસ્યાઓનું નિદાન થશે. સાંજે શ્વાસની ફરિયાદ વધી શકે છે. ધૂળથી દૂર રહો. કરિયર: નોકરીમાં સફળતા પ્રાપ્ત થશે. બેરોજગારોને રોજગારની પ્રાપ્તિ થશે. વેપાર ઉત્તમ રહેશે. લવ: વિવાહ સંબંધ મજબૂત થશે. પ્રેમમાં નિરાશા મળી શકે છે. લકી નંબર: 6, 2, 9 લકી કલર: લાલ ઉપાય: સૂર્યને તુલસી મિશ્રિત જળથી અર્ઘ્ય પ્રદાન કરો. સવારના સમયમાં નિરાશા રહેશે. કાર્ય પ્રત્યે નિરાશાનો ભાવ રહેશે. બપોરથી બધા કાર્યો સમય પર સંપન્ન થશે અને ધનની આવક પણ સારી થશે. કચેરી અને અન્ય વિવાદિત મામલાઓમાં સફળતા પ્રાપ્ત થશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે. ધાર્મિક યાત્રાનો યોગ બનેલો છે. મિત્રોનો સાથ મળશે. વ્યસ્તતા વધુ રહેશે. ગળામાં સમસ્યા અને કફની સમસ્યા થઈ શકે છે. આસપાસના લોકોથી વિવાદ થશે. કરિયર: નવા વેપારને શરૂ કરવાનો પ્રસ્તાવ મળશે. નોકરીમાં કામ વધુ રહેશે. લવ: જીવનસાથીથી અનુકૂળતા મળશે. પ્રેમમાં સફળતા પ્રાપ્ત થશે. લકી કલર: આકાશી ઉપાય: શ્રી સીતારામ મંદિરમાં મિઠાઈનો ભોગ લગાવો. સવારના સમયમાં બધું ઠીક રહેશે. આવક સારી રહેશે. સહયોગ મળશે. બાધા દૂર થશે અને વિરોધીઓ શાંત બની રહેશે. બપોરે સંભાળીને રહેવાનો સમય રહેશે. નુકસાનની સંભાવના વધુ રહેશે. અતઃ આર્થિક વ્યવહાર સંભાળીને કરો. અજાણ્યાઓથી સાવધાન રહો. લાલચની યોજનાથી દૂર રહો. સાંજે મનચાહી સફળતા મળવાની સંભાવના છે. ધનની આવક પણ થશે. ઘૂંટણમાં દર્દની સંભાવના છે. કરિયર: વેપારમાં ઊંચ-નીચ બની રહેશે. નોકરીમાં સહયોગ પ્રાપ્ત થશે લવ: જીવનસાથીથી સંબંધ સારો રહેશે. પ્રેમમાં વિફળતાની સંભાવના છે. લકી નંબર: 6, 8, 9 લકી કલર: નીલો ઉપાય: શિવજીને કાચું દૂધ અર્પણ કરો. સવારના સમયમાં સંતાનથી પરેશાની આવી શકે છે. કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે. આવક સારી રહેશે પણ ખર્ચ વધારે રહેશે. નવા સંપર્ક બની શકે છે. પારિવારિક સંબંધ પર પણ વિપરીત અસર પડી શકે છે. બપોરે ભાઈઓથી વિવાદ થઈ શકે છે. જોખમ લેવાથી બચો અને કાળી મહેનતના પ્રયાસો રહેશે અને કંઈક કરી બતાવવાની લગન રહેશે. સાંજના સમયે રાહતની પ્રાપ્તિ થશે. આવકમાં વધારો થશે. કરિયર: નોકરીના સ્થાને સંભાળીને રહો. વેપારમાં લેવડ-દેવડમાં સાવધાની રાખો. લવ: જીવનસાથી પણ અનુકૂળ રહેશે. પ્રેમમાં પ્રફુલતા બની રહેશે. લકી નંબર: 2, 3, 9 લકી કલર: રીંગણી ઉપાય: હનુમાનજીને તેલનો દીવો લગાવો. સવારનો સમય અપેક્ષાકૃત સારો હશે. કંઈક નવું કરવા મળશે અને નવી જગ્યાઓ પર જવાની તક પણ પ્રાપ્ત થશે. પરેશાન કરનારા હતાશ થશે અને નવા મિત્રો પણ પ્રાપ્ત થશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે. સાંજે ધનની કમી અને વિવાદની અધિકતા હોઈ શકે છે. પ્રચારના બહકાવામાં આવીને કોઈ ખોટી સંસ્થાના ચક્કરમાં પડી શકો છો. સંભળો. સ્વભાવમાં અસ્થિરતા રહેશે અને મોંમાં ચાંદા થઈ શકે છે. કરિયર: વેપારમાં નવા સંપર્ક બનશે અને નોકરીમાં સ્થાનાંતરણનો યોગ છે. લવ: પ્રેમી સાથીથી દુઃખ મળી શકે છે. વૈવાહિક જીવનમાં માધુર્ય રહેશે. લકી નંબર: 1, 4, 9 લકી કલર: પીળો ઉપાય: શિવલિંગ પર દહીં ચઢાવીને મંદિરમાં દીવો પ્રગટાવો.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.