વડોદરાના જૂના પાણીગેટ પાસે ગેરકાયદે પંડાલ હટાવાયો: મંજૂરી વગર ચકડોળ માટે પંડાલ બાંધતા ચાર પકડાયા; જાહેર રોડ પર અડચણ ઊભી કરવા બદલ પોલીસ કાર્યવાહી

વડોદરાના જૂના પાણીગેટ પાસે ગેરકાયદે પંડાલ હટાવાયો:  મંજૂરી વગર ચકડોળ માટે પંડાલ બાંધતા ચાર પકડાયા; જાહેર રોડ પર અડચણ ઊભી કરવા બદલ પોલીસ કાર્યવાહી
View on original source
Category: Blend
Share
Archive
Like
વડોદરા શહેરના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક જાહેર રોડ પર વાહનો અને રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે પંડાલ બાંધી ચકડોળ લગાવવાની તૈયારી કરતા 4 શખ્સો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ પોલીસે સ્થળ પર પહોંચી મંજૂરી વગર પંડ પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદે પંડાલ ધ્યાને આવ્યો પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોતાના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક પહોંચતા જાહેર રોડ પર 4 ઇસમો લાકડાના પાટિયા અને પતરા લગાવી વિશાળ પંડાલ બાંધતા જોવા મળ્યા હતા. આ પંડાલના કારણે જાહેર રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે અડચણ ઊભી થતી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. મંજૂરીના પુરાવા ન મળતાં પંચનામું કરાયું પોલીસ ટીમે સ્થળ પર હાજર શખ્સો પાસે પંડાલ બાંધવા માટેની જરૂરી પોલીસ મંજૂરી અંગેના આધાર-પુરાવા માંગ્યા હતા. પરંતુ તેમની પાસે કોઈ કાયદેસરની મંજૂરી ન હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે તુરંત જ પંચોને સ્થળ પર બોલાવી વિધિવત પંચનામું કર્યું હતું અને પંડાલ બનાવવા માટે વપરાયેલો માલસામાન તપાસ અર્થે કબજે લીધો હતો. 4 શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી જાહેર રસ્તા પર દબાણ કરી અડચણ ઊભી કરવા બદલ પોલીસે પ્રેમ કહાર, જીગર કહાર, સન્ની કહાર અને હર્ષ કહાર સામે ગુનો નોંધીને કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.