મોરબી મહાનગરપાલિકાના જાહેરનામાની અમલવારી થશે કે માત્ર કાગળ પર કાર્યવાહી? — સર્વે હિન્દુ સંગઠનનો સવાલ.

મોરબી મહાનગરપાલિકાના જાહેરનામાની અમલવારી થશે કે માત્ર કાગળ પર કાર્યવાહી? — સર્વે હિન્દુ સંગઠનનો સવાલ.
View on original source
Category: Blend
Share
Archive
Like
મોરબી મહાનગરપાલિકાના જાહેરનામાની અમલવારી થશે કે માત્ર કાગળ પર કાર્યવાહી? — સર્વે હિન્દુ સંગઠનનો સવાલ. કતલખાનાઓ બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી, છતાં ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ હોવાના આક્ષેપો ( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા કતલખાનાઓ તેમજ જાહેર અને રહેણાંક વિસ્તારોમાં ચાલતી નોનવેજ/ઈંડાની લારીઓ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે સર્વે હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો સીધો સવાલ છે કે જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ તેની અસરકારક અમલવારી ક્યારે થશે? આ અગાઉ પણ મહાનગરપાલિકા દ્વારા કતલખાનાઓ બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી, છતાં ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. માત્ર નોટિસ કે જાહેરનામું બહાર પાડવાથી નહીં, પરંતુ નિયમ મુજબ સ્થળ તપાસ, સીલિંગ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અગાઉની નોટિસનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ગેરકાયદેસર કતલખાનાઓ સામે નિયમસર સીલિંગ કાર્યવાહી થાય. જાહેર રસ્તાઓ, રહેણાંક વિસ્તારો, શાળા માર્ગો અને ધાર્મિક સ્થળોની આસપાસની ગેરકાયદેસર નોનવેજ/ઈંડાની લારીઓ સામે કાર્યવાહી થાય. હાલના જાહેરનામાની પારદર્શક અને કડક અમલવારી કરવામાં આવે. અમારો વિરોધ કોઈ ધર્મ કે કાયદેસર વ્યવસાય વિરુદ્ધ નથી. અમારી માંગણી માત્ર એટલી છે કે મોરબી શહેરમાં કાયદો સૌ માટે સમાન રીતે લાગુ પડે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી થાય. મહાનગરપાલિકા સ્પષ્ટ કરે — જાહેરનામાની ખરેખર અમલવારી થશે કે ફરી એકવાર માત્ર કાગળ પર કાર્યવાહી થશે? — સર્વે હિન્દુ સંગઠન — વિશ્વ હિન્દુ પરિષદ — બજરંગ દળ, મોરબી

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.