મોરબીમાં કલેક્ટરનો આદેશ: નાગરિકત્વની પેન્ડિંગ અરજીઓનો ઝડપી નિકાલ કરો: સ્વપ્નિલ ખરેએ બે મહિનામાં તમામ અરજીઓ પૂરી કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યા

મોરબીમાં કલેક્ટરનો આદેશ: નાગરિકત્વની પેન્ડિંગ અરજીઓનો ઝડપી નિકાલ કરો:  સ્વપ્નિલ ખરેએ બે મહિનામાં તમામ અરજીઓ પૂરી કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યા
View on original source
Category: Blend
Share
Archive
Like
મોરબીમાં ભારતીય નાગરિકત્વ માટેની પેન્ડિંગ અરજીઓ અંગે એક ખાસ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં થઈ હતી. તેનો હેતુ મૂળ પાકિસ્તાનના અને હાલ ભારતમાં રહેતા લઘુમતી સમુદાયના નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવાની પ્રક્રિયાન બેઠક દરમિયાન કલેક્ટરે અરજદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે અરજીઓ પેન્ડિંગ રહેવાના કારણો વિશે વિગતવાર માહિતી મેળવી. લગભગ ૧૬ એવી અરજીઓ હતી જે વાલીઓના જન્મના પુરાવા ન હોવાને કારણે પેન્ડિંગ હતી. આ કિસ્સાઓમાં, કલેક્ટરે સંબંધિત અધિકારીઓને અન્ય જરૂરી પુરાવા કે એફિડેવિટના આધારે સકારાત્મક નિર્ણય લેવા નિર્દેશ આપ્યા. અરજદારોને નવા CAA પોર્ટલ વિશે પણ જાણ કરવામાં આવી હતી. આ પોર્ટલ હેઠળ હવે જિલ્લા મેજિસ્ટ્રેટને અરજીઓનો નિકાલ કરવાની સત્તા મળી છે. કલેક્ટરે અધિકારીઓને આદેશ આપ્યા કે, હવેથી દર અઠવાડિયે ૩૦-૩૦ અરજદારોને સાંભળવામાં આવે. આગામી બે મહિનામાં તમામ પેન્ડિંગ અરજીઓનો ઝડપી અને અસરકારક રીતે નિકાલ કરવામાં આવે. જિલ્લા કલેક્ટર તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓ અને યોગ્ય માર્ગદર્શનથી અરજદારો ખુશ થયા. અરજીઓના ઝડપી નિકાલ માટે કરાયેલી કામગીરી બદલ હાજર રહેલા અરજદારોએ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.