ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચૂગનો 3 દિવસનો પ્રવાસ, 2027ની ચૂંટણી માટે સંગઠનને આપશે માર્ગદર્શન

ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચૂગનો 3 દિવસનો પ્રવાસ, 2027ની ચૂંટણી માટે સંગઠનને આપશે માર્ગદર્શન
View on original source
Category: Politics
Share
Archive
Like
ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તરુણ ચૂગનો ગુજરાતમાં વધુ એક મહત્વપૂર્ણ પ્રવાસ યોજાવા જઈ રહ્યો છે. તરુણ ચૂગ આજે મોડી સાંજે ગુજરાત પહોંચ્યા છે અને ગાંધીનગર ખાતે સંત રવિદાસ મંદિરના દર્શન કરશે. તરુણ ચૂગ 9, 10 અને 11 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓના પ્રવાસે રહેશે. આગામી ત્રણ દિવસ દરમિયાન તેઓ ખેડા, આણંદ, વડોદરા અને પંચમહાલ સહિતના જિલ્લાઓની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન તમામ જિલ્લાઓમાં પરિચય બેઠક તેમજ સંગઠનલક્ષી બેઠકો યોજાશે. આ બેઠકોમાં સ્થાનિક સંગઠનની કામગીરી, સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2027ને ધ્યાનમાં રાખીને તરુણ ચૂગ સંગઠનના આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપશે. ચૂંટણી પૂર્વે સંગઠનની તૈયારીઓ, કામગીરી અને સ્થાનિક સ્તરે પાર્ટીને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. આ બેઠકોમાં શહેર અને જિલ્લા સંગઠનના પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ, ધારાસભ્યો તેમજ સાંસદો સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આમ, તરુણ ચૂગનો આ ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પણ વાંચો:

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.