પાટણમાં રેન્જ IGએ દલિત સમાજના 13 ડોક્ટરોનું સન્માન કર્યું: વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન સ્થાનિક લોકોએ સુરક્ષા-ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા

પાટણમાં રેન્જ IGએ દલિત સમાજના 13 ડોક્ટરોનું સન્માન કર્યું:  વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન સ્થાનિક લોકોએ સુરક્ષા-ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા
View on original source
Category: Blend
Share
Archive
Like
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે બનાસકાંઠા રેન્જ IG પરીક્ષિતા રાઠોડ પાટણ આવ્યા હતા. તેમની હાજરીમાં પદ્મકુટિર સોસાયટી ખાતે એક કાર્યક્રમ યોજાયો. આ દરમિયાન અનુસૂચિત જાતિ સમાજના 13 ડોક્ટરોનું સન્માન કરાયું. સ્થાનિક લોકો અને આગેવ વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં SP વી.કે. નાયી અને DYSP પરેશ રેણુકા પણ હાજર રહ્યા હતા. દલિત મહોલ્લા વિસ્તારની મુલાકાત દરમિયાન, મેડિકલ ક્ષેત્રે સફળતા મેળવનાર સમાજના 13 ડોક્ટર દીકરા-દીકરીઓનું રેન્જ IGના હાથે સન્માન કરાયું. IG રાઠોડે સમાજના વિકાસમાં ડોક્ટરોની ભૂમિકાને મહત્વની ગણાવી. પદ્મકુટિર સોસાયટીના પ્રમુખ ભરતભાઈ વાણીયા, મંત્રી રમેશભાઈ પરમાર અને આસપાસની સોસાયટીઓના પ્રતિનિધિઓએ પોલીસ અધિકારીઓનું બુકે અને શાલ આપીને સ્વાગત કર્યું. કાર્યક્રમ દરમિયાન હાજર આગેવાનો અને સ્થાનિક લોકોએ સુરક્ષા અને ટ્રાફિકને લગતા પ્રશ્નો રજૂ કર્યા. તેમાં રાજનગર સોસાયટીથી પદ્મકુટિર સુધીની 5 સોસાયટીઓ માટે સીસીટીવી કેમેરા લગાવવા, કેનાલ રોડ પર પોલીસ પોઈન્ટ અને લાઈટની વ્યવસ્થા કરવા, તેમજ લીલીવાડી વિસ્તારમાં મોટા વાહનો અને ગેરકાયદેસર પાર્કિંગથી થતા અકસ્માતોને રોકવા માટે બમ્પ લગાવવા અને પેટ્રોલિંગ વધારવાની માંગ કરાઈ. એક વકીલે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીની જેમ ફરિયાદીને પણ ચાર્જશીટની નકલ મફત આપવા રજૂઆત કરી. તમામ રજૂઆતો પર રેન્જ IG અને SPએ સકારાત્મક વલણ અપનાવીને પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અને સંકલન બનાસકાંઠાના કાયદા અધિકારી ડૉ. મનોજ આર. વકીલે કર્યું. રમેશ વાણિયા અને DYSP પરેશ રેણુકાએ આભાર દર્શન કર્યું.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.